વડાલી નગરમાં તારીખ 22 /04 /2024 સોમવારના રોજ સંસ્થાના શિલ્પી એવા શ્રી ભાલચંદ્ર ભાઇ દવે સાહેબ અને શ્રી દીપકભાઈ દવે સાહેબ ના પરિવાર માંથી તેમની બે દીકરીઓ હેતલબેન જ્હાનવી બેન તથા તેમના જમાઈશ્રી ઓએ આપણી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ સંસ્થાની શુભેચ્છા મુલાકાત કરી તેમને પોતાની શાળા આજે ઘણા લાંબા સમય બાદ જોઈને તેઓ ખૂબ જ આનંદિત ભાવવિભોર બની ગયા અને તેમના જૂની યાદો સંસ્મરણો ની પણ આજરોજ ચર્ચા વિચારણા કરવામાં આવી
શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ આજે પણ સાહેબે સૂચવેલા પથ પર અનેક વિધ પ્રવૃત્તિઓ દ્વારા વડાલી નગરમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર આગળ રહી છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો
નજીકના ભવિષ્યમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અદભુત સંમેલન થાય તેવો તેમણે વિચાર વ્યક્ત કર્યો તથા આના માટે જોઈતી બધી મદદ કરવાનું પણ જણાવાયું હતું
સંસ્થાના આચાર્યશ્રી ડૉ . હસમુખભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ પરિવારે તેમના આ વિચારને વધાવી લીધો હતો અને નજીકના ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન કરી દરેકને પોતાની માતૃ સંસ્થાનું સંસ્મરણ કરાવવા પ્રયત્ન કરીશું એવું જણાવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 155275
Views Today : 