ડીસાના ગાંધી ચોક વિસ્તાર રોકડીયા હનુમાનજીનાં મંદિરે હનુમાન જયંતી ની ઉજવણી કરવામાં આવી*
ડીસાના ગાંધીચોક વિસ્તારમાં આવેલ શ્રી રોકડીયા હનુમાનજીનાં મંદિરે ચૈત્ર સુદ – (૧૫) પુનમને તા. ૨૩-૦૪-૨૦૨૪ ને મંગળવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે સવારે યજ્ઞ તેમજ પ્રસાદનું આયોજન રોકડીયા હનુમાન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું
ત્યારે આજે હનુમાન જયંતી નિમિત્તે ભાવિભકતોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞ તથા પ્રસાદ નો લાભ લીધો હતો ત્યારે યજ્ઞ ના યજમાન તરીકે દિવ્યાબેન સુભાષભાઈ ઠક્કર ને લાભ મળેલ હતો
ત્યારે રાત્રે સુંદર મજાનો સુંદરકાંડ નો પાઠ કરવામાં આવેલ અને ભાવિભકતો મોટી સંખ્યામાં હાજર રહી ભક્તિમય વાતાવરણ બન્યું હતું
રોકડીયા હનુમાનજી મંદિરનાં ટ્રસ્ટીઓ તથા ભાવિભકતોએ દર્શન અને પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ અંકુર ત્રિવેદી ડીસા







Total Users : 145600
Views Today : 