Tuesday, December 24, 2024

થરાદ માર્કેટયાર્ડમાં વેપારીના ગોડાઉનમાં પડેલા કોથળામાં આગ લાગી*

 

 

 

*થરાદ માર્કેટયાર્ડમાં વેપારીના ગોડાઉનમાં પડેલા કોથળામાં આગ લાગી*

 

*મોડીરાત્રે આગ લાગતા અફરાતફરી મચી*

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની સિઝનમાં આગ લાગવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે થરાદના અનાજ માર્કેટમાં આવેલ સેડ (ગોડાઉન)માં પ્લોટ નં.171ના માલિક પટેલ મદનલાલ પીથાજીના પડેલ બારદાનમાં અચાનક રાતના 10 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગતાં માર્કેટમાં અફરાતફરી મચી જવા પામી હતી. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને કોલ કરતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, રાત્રે દશ વાગ્યે ફાયર વિભાગને કોલ આવતાં માર્કેટયાર્ડ ખાતે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં અમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ વધુ પ્રમાણમાં ફેલાય તો મોટું નુક્સાન થાય એમ હતું. આજુબાજુમાં પડેલ રાયડાની બોરીઓને મોટું નુકસાન અને મોટી દુર્ઘટના થતી અટકાવેલ હતી. આગની ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અહેવાલ – દશરથજી ઠાકોર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores