વડાલી સેવા સહકારી મંડળીના ક્લાર્ક એ સેક્રેટરી નો સિક્કો મારી સહી કરવાના કેસમાં એક વર્ષની કેદની સજા
વડાલીની જે એમએફસી કોર્ટમાં કેસ ચાલી જતા કેદ સહિત ₹10,000 નો દંડ કરાયો
વડાલી સેવા સહકારી મંડળીના ક્લાર્ક મંડળીના સેક્રેટરીનો સિક્કો મારી સહી કરવાના કેસમાં એક વર્ષની કેદની સજા થઈ હતી
કર્મચારીએ સેક્રેટરી નો સિક્કો મારી સહી કરી 135 (ડી) ની નોટિસ સ્વીકારવા મામલે ફરિયાદ થયા બાદ વડાલીની જેએમએફસી કોર્ટમાં કેસ ચાલી જતા એક વર્ષની કેદ અને ₹10,000 નો દંડ ભરવા હુકમ કરાયો હતો
રામજીભાઈ ઉર્ફે રામાભાઇ કેશાભાઈ પટેલ (રહે રાજપૂત સમાજવાડી વડાલી) એ વડાલી ગ્રુપ સેવા સહકારી મંડળીમાં ક્લાર્ક તરીકેની ફરજ દરમિયાન તારીખ 9 /07 /05 ના રોજ રેવાભાઇ પટેલની સર્વે નંબર 296 અને 277 વાડી જમીનની બોજા મુક્તિ અંગેની જમીન મહેસુલ કાયદાની કલમ 135 (ડી) મુજબની નોટિસમાં સેક્રેટરી નો સિક્કો મારી તે સિક્કા ઉપર બિનઅધિકૃત રીતે પોતાની સહી કરી ખરા તરીકે ઉપયોગ કરી આઈ પી સી 465 , 471 મુજબનો ગુનો આચર્યો હોવા અંગે ભાઈ તળશીભાઇ પટેલે (રહે ઉછેરિયા ફળી વડાલી) ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રિન્સિપલ સિવિલ જજ અને જે એમએફસી કોર્ટમાં ચાર્જશીટ રજુ થયું હતું
કેસ ચાલી જતા રામજીભાઈએ નિવેદન આપ્યું હતું કે રેવાભાઇ પટેલે વડાલી સેવા મંડળીમાંથી ધિરાણ મેળવ્યું હતું પરંતુ પોતે ધિરાણ ભરી શકે તેમનો હોય જમીન વેચાણ આપી હતી અને મંડળીનું દેવું ભરાય થયું હતું પરંતુ ત્યારબાદ તેમની ખબર પડી હતી કે પોતે ખેડૂત મટી ગયેલ છે ભવિષ્યમાં ક્યારે પોતે કે વારસદારો ખેડૂત બની શકશે નહીં તેવી ખબર પડતાં અડધી જમીન દિનેશભાઈ પાસેથી ફરીથી વિચાર રાખી હતી
તે દરમિયાન વડાલી સેવા સહકારી મંડળીનું બોજા મુક્તિ નો દાખલો આપ્યો હતો આ દાખલાના આધારે વડાલી મામલતદારે સેવા મંડળીમાં નોટિસની બજવણી કરાવતા સેક્રેટરી હાજર ન હોય ક્લાર્ક તરીકે ફરજના ભાગરૂપે 135 (ડી) નોટિસ છોડાવી હતી. પોલીસ સાથે મેળાપીપણુ કરી ફરિયાદ નોંધાવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891