થરાદના લુવાણા કળશ ગામે પરશુરામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ભગવાન શ્રી પરશુરામની જયંતિ ના મહાપર્વ પર અને સદાય માટે ધાર્મિક કાર્યોમાં તપ્તર રહેતા એવા ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક અને રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના પૂજારી નરસી એચ દવે પોતાના સહ પરિવાર સાથે રહીને ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે દીપ પ્રગટાવી મંત્ર ઉચ્ચાર સાથે ભગવાન પરશુરામ ની પૂજા પાઠ અર્ચના કરી હતી અને પરશુરામ જન્મ જયંતી ના મહાપર્વ પર સવારમાં રાજ રાજેશ્રી કલેશ્વર માતાજી ની પૂજા કરી અને રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના સાનિધ્યમાં અને ચાચર ચોકમાં હરતી ફરતી ચોરાયાની ગાયોને ઘાસ આપીને અને પોતાનું નિત્ય કર્મ કરી પછી પોતાના ઘરની ઉપર પરશુરામ ભગવાનની ધ્વજારોપણ કરી પરશુરામ ભગવાનના ફોટાને આરતી કરી પરશુરામ ભગવાનના ફોટા નું પૂજન કરીને પરશુરામ ભગવાન જયંતિ મહાપર્વની ઉજવણી કરી હતી.
રીપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કળશ