વડાલી નગરમાં સાધ્વીજી મ.સા. ના વર્ષીતપના પારણા નો કાર્યક્રમ યોજાયો
ધાર્મિકતા શિખર પર ચડેલ શ્રી વડાલી જૈન સંઘના પ્રાંગણમાં અખાત્રીજના શુભ દિવસે ઉલ્લાસ ઉમંગ સહ શ્રી સંઘમાં પ. પુ. ગ. આ. ભ. શ્રી અભયદેવ સુરીશ્વરજી મા.સા. ના આજ્ઞાવર્તી પ. પૂ.સા.શ્રી શરદપુર્ણા શ્રીજી મા.સા. ના શિષ્યા પ્રશિષ્યા પ.પુ. સા.શ્રી અક્ષતપૂર્ણા દ્રષ્ટિપુર્ણા મા. સા. ના વર્ષીતપના પારણા કરાવા સકલ શ્રી સંઘ જાણે કે શ્રેયાંશકુમાર બન્યો હોય તેવું રમણીય અવસર ઉભો કર્યો હતો સામૂહિક ત્રી જીનાલય જુહાર્યા ત્યારબાદ મગરવાડા વર્તમાન ગાદીપતિ યતિ શ્રી વિજય સોમજી મા.સા. નું આશ્ચર્યકારી આનંદકારી આગમન જાણી શ્રી સંઘના ઉલ્લાસમાં વધારો થયો તેમના શ્રી મુખે માંગલિક પ્રવચન ત્યારબાદ શ્રી સંઘે તેમનું વડાલી નિવાસી જયાબેન મનુભાઈ (હાલ મુંબઈ) એ સંપૂર્ણ લાભ લઈ સા.ભ. ને ઈક્ષુરસ થી પારણા કરાવ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891