Friday, June 14, 2024

ઇકબાલગઢ ગામ ની અગ્રવાલ બાબુલાલ બંસીલાલ અગ્રસેન વિદ્યાસંકુલ નું ગૌરવ

ઇકબાલગઢ ગામ ની અગ્રવાલ બાબુલાલ બંસીલાલ અગ્રસેન વિદ્યાસંકુલ નું ગૌરવ

 

સમગ્ર ગુજરાત માં માર્ચ 2024 ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના જાહેર થયેલા પરિણામ માં ઇકબાલગઢ ગામ ની અગ્રવાલ બાબુલાલ બંસીલાલ વિદ્યાસંકુલ માં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીની પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ લાવી શાળા નું ગૌરવ વધાર્યું છે. અમીરગઢ તાલુકા ના ઇકબાલગઢ મા ચાલતી અગ્રવાલ બાબુલાલ બંસીલાલ અગ્રેસન વિદ્યાસંકુલ નો તાજેતર મા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શાળાનું પરિણામ 97.19%ટકા આવેલ છે તેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર મેમણ સનાબેન જુબેરભાઈ 85.71% મેળવેલ તેમજ દ્રુતીય નંબર પ્રાપ્ત કરનાર શેખ ઈરમનાઝ સાબિર ભાઈ 85.57% મેળવેલ તેમજ તૃતીય નંબર પ્રાપ્ત કરનાર શેખ બુસરા રફીક ભાઈ 84.14 % મેળવી શાળા તેમજ ગામનું તેમજ મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારેલ છે. શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓ ને અભિનંદન પાઠવવા મા આવ્યા હતા. ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ ત્રણેય વિદ્યાર્થીનીઓ એ સખત મહેનત અને અથાગ પ્રયત્નો થકી સફળતા પ્રાપ્ત કરી હતી. પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા પિતા તથા આચાર્યશ્રી અને શિક્ષકો ને આપ્યો હતો.

 

અહેવાલ. મેમણ વાહિદ (ઇકબાલગઢ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores