Wednesday, October 23, 2024

ભારતીય કિસાન સંઘ અને ખેતી હર મજૂર અધિકાર મંચની સંયુક્ત બેઠક ખેડબ્રહ્મા ખાતે યોજાઇ

ભારતીય કિસાન સંઘ અને ખેતી હર મજૂર અધિકાર મંચની સંયુક્ત બેઠક ખેડબ્રહ્મા ખાતે યોજાઇ

 

ભારતીય કિસાન સંઘ અને ખેતી હર મજૂર અધિકાર મંચ ની સંયુક્ત મિટિંગ ખેડબ્રહ્મા શહેરની રઘુછાયા હોટલમાં યોજાઇ

જેમાં ગુજરાત રાજ્યના કિસાન સંઘના પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી શામળભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ ઇશ્વરભાઇ પટેલ વડાલી તાલુકાના પ્રમુખ શ્રી માધાભાઈ ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ શ્રી જશુભાઈ અને અન્ય પદાધિકારીઓ ખેડૂત પક્ષ તરફથી ઉપસ્થિત રહ્યા હતા સાથે ખેતી હર મજૂર અધિકાર મંચના પ્રમુખ શ્રી ધરમચંદજી અને અનિલકાકા નાપીબાઈ ધુળા કાકા એત્રીબેન બાબુલાલજી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકમાં ખેડૂત દ્વારા ખેતીમાં ભાગિયા મજૂર તરીકે રાખવામાં આવતા આદિવાસી પરિવારોની પડતર માંગો પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી અને સાથે સાથે વર્ષ 2022-23માં ખેતીમાં થતો ખર્ચ અને આવક પણ એક અધ્યયન કરવામાં આવ્યું હતું કે ખેડૂત દ્વારા એક પાકની અંદર કેટલો ખર્ચ થાય છે અને કેટલી ઉપજ આવે છે અને તેમાં ભાગિયાની આવક અને બચત કેટલી રહે છે જેમાં 67 ખેડૂત દ્વારા પોતાના પાકની સંપૂર્ણ વિગત આપવામાં આવી હતી. આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ભાગિયા દ્વારા ખેતી સિવાયનું વધારાનું કાર્ય કરશે તો તેને અલગથી મજૂરી આપવાની રહેશે અન્ય માંગ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી તે માંગવું પર ગહન ચિંતન માટે આગામી બેઠક 26- 06 -2024 ના રોજ રાખવામાં આવશે આજની બેઠકમાં સામાજિક કાર્યકર્તા સંજયભાઈ પટેલ નીરવ સરફરાજજી દલારામ આનંદીબેન નવજીભાઇ કિશનભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores