Wednesday, October 23, 2024

વડાલી કોર્ટ દ્વારા સજા વોરંટના 9 માસથી નાસતા ફરતા આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો

વડાલી કોર્ટ દ્વારા સજા વોરંટના 9 માસથી નાસતા ફરતા આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો

 

નાયબ પોલીસ મહા અધિક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા શ્રી વિજય પટેલ ના ઓ એ સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટ માં નાસતા ફરતા ઇસમોને પકડવા માટે સૂચના આપેલ તે મુજબ પોલીસ સ્ટાફ ના માણસો તે દિશામાં સતત કાર્યરત હતા

 

તારીખ 31/05/ 2024 ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધામડી ગામે આવતા ધામડી ગામનો કમલેશભાઈ કેશાભાઈ ઠાકરડા કે જેઓ વડાલી કોર્ટના સી સી નં 35/ 2023 થી નેગોશિયલ ઇન્સટુમેન્ટ એકટની કલમ નંબર 138 ના કેસમાં 6 મહિનાની સાદી કેદની સજા થયેલ હતી જે કામે સી.આર.પી.સી. ક. 70 મુજબ વોરંટ ઇસ્યુ થયેલ હતું જે આરોપીની અવારનવાર તપાસ કરતા મળી આવેલ ન હોય છેલ્લા 9 માસથી નાસતો ફરતો હતો જેથી આરોપીની ખાનગી બાતમી મેળવતા આજરોજ પોતાના ઘરમાં ધાબા ઉપર સુતેલો હતો તેવી બાતમી મળતા સ્ટાફના માણસો ઘેર ચેક કરતા ઈસમને પકડી પાડીને નામદાર કોર્ટમાં રજૂ કરતા આરોપીનું જેલ વોરંટ ભરતા હાલ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો

 

વડાલી કોર્ટ દ્વારા સી.આર.પી.સી. ક. 70 મુજબ વોરંટના છેલ્લા 9 માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડીને વડાલી પોલીસ સ્ટાફ તેમજ પી એસ આઇ શ્રી જે એમ રબારી સાહેબે પ્રશંસનીય કામગીરી કરી તે બિરદાવવા લાયક છે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores