Sunday, October 6, 2024

પોલીટેકનીક ખાતે મતગણતરી હોઇ પોલીટેકનીક ચાર રસ્તાથી સિવીલ હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધી વાહનોને ડાયવર્ઝન અપાયુ

પોલીટેકનીક ખાતે મતગણતરી હોઇ પોલીટેકનીક ચાર રસ્તાથી સિવીલ હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધી વાહનોને ડાયવર્ઝન અપાયુ

 

 

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અ‌ન્વયે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ ૫-સાબરકાંઠા સંસદીય લોકસભા સીટનું મતદાન પૂર્ણ થયેલ છે. સાબરકાંઠા તથા અરવલ્લી બંને જિલ્લાની સમાવિષ્ટ કુલ-૭ વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ સવારે ૬:૦૦ કલાકેથી પોલીટેકનીક કોલેજ એકેડેમીક બિલ્ડીંગ, મોતીપુરા, હિંમતનગર ખાતે થનાર છે. જે મતગણતરી દરમ્યાન સાબરકાંઠા તથા અરવલ્લી બંને જિલ્લામાંથી આશરે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ જેટલી જનમેદની આવવાની શક્યતા હોઇ તેમજ મતગણતરી દરમ્યાન સ્ટ્રોંગરૂમ બિલ્ડીંગ તથા કેમ્પસ ખાતે તેમજ પો.સ્ટે. વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને ટ્રાફીક નિયમન જળવાઇ રહે તેમજ બીજો કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ પોલીટેકનીક ચાર રસ્તાથી સિવીલ હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધી વાહનોને ડાયવર્ઝન કરાવવા તા.૦૪/૦૬/૨૦૨૪ના કલાક ૬:૦૦ થી કલાક ૨૦:૦૦ સુધી વાહનોની અવરજવર બંધ રહેશે.

 

વૈકલ્પિક રસ્તાનો રૂટ

 

ગઢોડા ગામથી મોતીપુરા પોલીટેકનિક તરફ આવતા વાહનો સિવીલ હોસ્પિટલ સામે આવેલ સંકુજ કે‌ન્સર હોસ્પિટલના આગળના રસ્તા થઇ જી.આઇ.ડી.સી.થી મોતીપુરા તરફ

 

પોલીટેકનિક થી ગઢોડા તરફ જતા વાહનો મોતીપુરા નેશનલ હાઇવે રોડ થઈ સાબરડેરી ત્રણ રસ્તા તરફ

 

આર્ટસ એ‌ન્ડ કોમર્સ કોલેજ હેલીપેડ સામે આવેલ દુકાનોના વેપારીઓ તેમજ શરણમ સોસાયટી, આદર્શ બંગ્લોઝ સોસાયટીઓના રહિશોના વાહનો મોતીપુરાથી સિવિલ રોડ આવતા ટી.પી. રોડ થી મોતીપુરા હિંમતનગર શહેર તરફ.

 

 

 

સીવિલ હોસ્પિટલના દર્દીઓ, ઇમરજ‌ન્સી સેવાઓ સાથે સંકળાયેલ સ્ટાફ, એમ્બ્યુલ‌ન્સ વાન, તેમજ ચૂંટણી સાથે જોડાયેલ તમામ સરકારી અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ અને ચૂંટણી ઉમેદવારોના વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ સજા/દંડને પાત્ર થશે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores