શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા 5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી
રાજ્યના મુખ્યમંત્રી એ સંસ્થા ને શુભેચ્છાઓ પાઠવી
સા કા અરવલ્લી કવિ ઉમાશંકર જોશીની જન્મભૂમિ બામણા પુનાસણ અરવલ્લી ની ગીરી માળાઓ તરીકે જાણીતી છે અહીં કુદરતે પ્રકૃતિના સોળે શણગાર સજેલા છે કુદરતી ડુંગરો અને હરિયાણી થી આ ગામ જાણીતું છે આ ગામમાં કાયૅરત શ્રવણ સુખધામ સંસ્થા છેલ્લા ૧૧ વષૅ થી વિશ્ર્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી વધુ ને વધુ વૃક્ષો નું વાવેતર કરવા માટે પ્રક્રૃતિ પ્રેમીઓ ને સંદેશો પાઠવી આહવાન કરી રહી છે સંસ્થા એ છેલ્લા ૧૧ વષૅ માં નાના મોટા ૨૦૦૦ થી વધુ વૃક્ષો નો ઉછેર કર્યો છે અને સુંદર મજાનું એક ડુંગર ની તળેટીમાં ઉધાન ઊભું કર્યું છે આ વર્ષે પણ સંસ્થા ૩૦૦ થી વધુ વૃક્ષો સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા નાં સહીયોગ થી વાવવા જય રહી છે જેમાં ૧૦૦ વૃક્ષો પુનાસણ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં અને બાકીના ડુંગર ની તળેટીમાં વાવેતર કરશે માત્ર વૃક્ષો વાવેતર કરવા પુરતા નહીં પરંતુ તેની માવજત ખાતર પાણી ની જવાબદારી પણ સંસ્થા નિભાવશે આજે વૃક્ષો ઘટી રહ્યા છે ત્યારે માનવ આપો આપ મુંઝવણ ભર્યું જીવન જીવી રહ્યો છે ત્યારે સંસ્થા નાં આધસ્થાપક શ્રીમતી ઈન્દુ પ્રજાપતિ એ જણાવ્યું કે વૃક્ષો સ્વચ્છ હવા અને ઓક્સિજન પૂરો પાડે છે અબોલ જીવોનો વસવાટ વૃક્ષો છે અને માણસના મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર માટે નું કાસ્ટ પણ વૃક્ષો છે માટે પોતાના જીવનની જરૂરિયાત સમજી માણસે ઓછામાં ઓછો ૫ વૃક્ષો નો ઉછેર કરવો જોઈએ
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891