ઈડર તાલુકાના ગોરલ ગ્રામપંચાયત ના ડે. સરપંચ નો આતંક !
ગામમાં લુખ્ખી દાદાગીરી કરતા નજરે આવ્યા
દિવ્યાંગ પતિ- પત્ની ને ગડદા પાટુનો માર મારવામાં આવ્યો
ગોરલ ગામ ના ડે. સરપંચ દિનેશભાઈ બેચરભાઇ પટેલ અને મહિલા સભ્ય ના દેવર ધનરાજસિંહ ભમ્મરસિંહ ચૌહાણ ( સાબરકાંઠા બેન્ક ના કર્મચારી ) એ ગોરલ ગામની સીમ માં આવતા કમદિયા ગામ ના વતની ભગવાનદાસ લક્ષ્મણભાઈ ને ફિલ્મી ઢબે માર માર્યો જ્યાં તેમની પત્ની સુમિત્રાબેન છોડવવા જતા તેમની સાથે પણ જપા-જપી કરવા માં આવી હતી. જે પતિ-પત્ની બન્ને દિવ્યાંગ છે. જે તેમના ઘર ની બાજુ માં ખુલ્લી જમીન નો વર્ષો થી ભોગવટો કરી રહ્યા હતા. તેના સંદર્ભે તા ૦૭/૦૬/૨૪ ના રોજ પંચાયત નો કાર્યકાર સમય પૂર્ણ થઈ ગયા હોવા છતા મોડી રાત્રે ભગવાનદાસ ના ઘરે જઈ ખુલ્લી જગ્યા પર ભોગવટો કરતો નહિ તેમ કહી ધનરાજસિંહ અને દિનેશભાઈ એ દિવ્યાંગ પતિ- પત્ની સાથે જપા-જપી કરી ને ગડદા પાટુ ને માર મરવા માં આવ્યો હતો. ત્યાર બાદ દિવ્યાંગ ને ૧૦૮ મારફતે ચોરીવાડ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોરલ ગામ ના ડે. સરપંચ દિનેશભાઈ બેચરભાઈ પટેલ અને ધનરાજસિંહ ભમ્મરસિંહ ચૌહાણ વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશન દ્વારા FIR દાખલ કરી તજવીજ હાથ ધરવામાં આવી છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 145763
Views Today : 