ઈડર તાલુકાના વિરપુર ગામમાં ખેડૂતો સાથે શ્રમિકોના મુદ્દા લઈને મહત્વની બેઠક યોજાઈ
તારીખ 14 6 2024 ના રોજ ઈડર તાલુકાના વીરપુર ગામમાં ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી જેમાં ખેડૂતો દ્વારા સાબરકાંઠા જિલ્લાના પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી ભાઈઓ ભાગની ખેતીમાં આવી રહ્યા છે અને ખેડૂતો ભાગ્યના રૂપમાં તેમને રાખતા હોય છે પણ ખેડૂતો અને શ્રમિકો વચ્ચે ઘણી બધી તકરારો ઉત્પન્ન થતી હોય છે બંને પક્ષ વચ્ચે વિશ્વાસુ સંબંધ બની રહે તેમ માટે આજીવી કા બ્યુરો અને કોટડા આદિવાસી સંસ્થાન છેલ્લા 18 વર્ષથી આપણા ક્ષેત્રમાં કાર્યરત છે આજે વીરપુર ગામમાં ભારતીય કિસાન સંઘ અને સંસ્થાન દ્વારા બનાવેલ વાર્ષિક હિસાબ ડાયરી બંને પક્ષ વચ્ચેના સંબંધો ગાઢ બનાવવામાં કાગળ નીવડી છે આજે હિસાબ ડાયરીને લઈને વીરપુર ગામમાં કરવામાં આવી જેમાં 100 થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ ખેડૂત ભાઈઓને સંસ્થાન થી ઉપસ્થિત નીરવ ચાવડા અને પટેલ પન્નાબેન દ્વારા હિસાબ ડાયરી વિશે પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ ખેડૂત ખેત મજૂર રાખી તો સૌ પ્રથમ ખેડૂત અને ખેડૂત વચ્ચે લેખીત કરાર કરવો હાથ ખર્ચી જે આપવામાં આવે તે ડાયરીમાં લખવી પાક વેચાણ વખતે શ્રમિકને સાથે રાખવો વગેરે મુદ્દા પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી ઉપસ્થિત તેમાં ખેડૂત ભાઈઓને હિસાબ ડાયરી વિતરણ કરવામાં આવી આજની બેઠકમાં ગામના સરપંચ શ્રી પટેલ પિયુષભાઈ કનુભાઈ મિતેશભાઇ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891