*થરાદના તાલુકા ના નાનોલ ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો*
*વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હાથે બાળકોને પ્રવેશ અપાયો*
ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાનોલ ની પ્રાથમિક શાળા ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું. તેઓના હાથે બાળ વાટીકામાં ૩૫ ધોરણ ૧ માં ૧૧ અને આંગણવાડી માં ૧૩ એમ નાનોલમાં કુલ ૫૯ બાળકોને શૈક્ષણિક કીટ આપી ને તેમજ અધ્યક્ષશ્રી એ પોતાના ફાર્મહાઉસ ની ઓર્ગેનિક ખારેક અને ચોકલેટ આપી તેમજ કંકુ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. અને વૃક્ષા રોપણ કર્યું હતું તેમજ આ પ્રસંગે મહાવીર ફાઉન્ડેશન (રાજેશભાઈ જોષી નાનોલ) દ્વારા ૧૦ ગરીબ બાળકોને ચોપડા આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારીશ્રી, ટી.પી.ઇ.ઓ શ્રી , બી.આર.સી.કો ઓર્ડીનેટરશ્રી,સી.આર.સી કો ઓર્ડીનેટરશ્રી,નાનોલ સબ સેન્ટર ની આરોગ્ય ટીમ,ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી કં મંત્રીશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ બનાસકાંઠા,,