થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો
થરાદ તાલુકાના લુવાણા ગામની પ્રાથમિક શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો તેમાં ઉપસ્થિત પૂર્વ સંસદ સભ્ય પરબતભાઈ પટેલ ના હસ્ત ઢોલ નગારા વગાડીને બાળ રાજાઓને શાળામાં પ્રવેશ અપાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીગણ અને લુવાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દેવરાજ ભાઈ અને માજી સરપંચ શ્રી ગેનાજી કરવડ અને મદનલાલ પટેલ પૂર્વ જિલ્લા ડેલિકેટ ગામ બેવટા પૂર્વ મંત્રી ભાજપ લુવાણા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ સંસદ સભ્ય પરબતભાઈ પટેલ અને અનાજી વાઘેલા માર્કેટ ડિરેક્ટર બાળકો સાથે સંવાદ કર્યો હતો અને ગામ ની અંદર શિક્ષણનો સ્તર સુધરે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિ રાખીને સારો અભ્યાસ કરી ઉજ્જવલ કારકિર્દી બનાવે તે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત શરૂ કર્યો અને દીકરીઓને સારો અભ્યાસ કરી ઉજ્જવલ ભવિષ્ય બનાવે એ માટે કન્યા કેળવણી શરૂ કરી છે ત્યારે આજે લુવાણા કળશ ગામ ની પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો તેમાં શાળાના નાના ભુલકાઓને તિલક કરીને સ્કુલ બેગ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો સમાજમાં દીકરીઓ અગ્રેસર રહે તે માટે કન્યા કેળવણી કાર્યક્રમ પણ યોજાયો હતો આજે આ કાર્યક્રમમાં મોટી સંખ્યા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો જોડાયા હતા શાળા ની એસ એમ સી કમિટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે સ્કૂલ બેગ ના દાતા શ્રી ખુમાભાઇ રણછોડજી રબારી તથા ટિફિન ના દાતા શ્રી માજી સરપંચ ગેનાભાઇ ગણેશાજી અને અર્જુનભાઈ ગણેશાજી ભૂરિયા આનંદ ટ્રેડર્સ લુવાણા(ક) પુજારી નરસીભાઈ એચ દવે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ