ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ને દબોચ્યો
નાયબ પોલીસ મહા નિરીક્ષક સા. શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલનાઓ ની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું સૂચન કરેલ જે સૂચનાથી અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ તથા ડી એન સાધુ સી.પી.આઈ.સા.શ્રી ખેડબ્રહ્મા ના ઓના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પીએસઆઇ એ વી જોશી આ દિશામાં કાર્યરત હતા. જે દરમિયાન આજરોજ તેમને બાતમી મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો નાસ્તો ફરતો આરોપી રામજીભાઈ લુકાભાઈ પરમાર રહે બુરીયા તાલુકો કોટડા છાવણી વાળો આજે ખેડવા તરફથી ખેડબ્રહ્મા તરફ આવે છે જેણે શરીરે કાળા રંગનું શર્ટ તથા ક્રીમ કલરનું પેન્ટ પહેરેલ છે જે આધારે પીએસઆઇ એવી જોશીએ ટીમ બનાવી એસટી સ્ટેન્ડ વિસ્તારમાં હતા ત્યારે તે જ આરોપી મળી આવતાં તેની પુછપરછ કરતાં તે જ ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવતાં તેને પકડી પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી કરાઈ હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153877
Views Today : 