ખેડબ્રહ્માની સંત શ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય નું ગૌરવ
ગત વર્ષે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ( PSE ) લેવામાં આવી હતી. ખેડબ્રહ્મા તાલુકામાં પ્રથમ 4 ક્રમમાં ત્રીજા ક્રમમાં જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્માના બાળકો પાસ થયા છે અને શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર બન્યા છે.. પ્રથમ ક્રમે શ્રેય મુકેશભાઈ પ્રજાપતિ, બીજા ક્રમે પૃથ્વીરાજ નિલેશભાઈ ચૌહાણ અને ત્રીજા ક્રમે કાવ્યાકુંવર ધવલસિંહ જેતાવત ઉત્તીર્ણ થયા છે. બાળકોને યોગ્ય માર્ગદર્શન આપનાર શ્રી દુષ્યંતસિંહ ચૌહાણ પ્રાથમિક વડા ધીરુભાઈ પરમારને સુપરવાઈઝર શ્રી આર પી વાલા અને જ્યોતિ વિદ્યાલયના આચાર્યશ્રી સુરેશકુમાર એસ. પટેલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હજુ પણ વધુ સંખ્યામાં બાળકો પરીક્ષા આપી ઉત્તીર્ણ થાય અને પરિવારનું અને શાળાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891