Monday, December 23, 2024

વડાલી શહેરમાં સાબરકાંઠા બેંકમાંથી થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી

વડાલી શહેરમાં સાબરકાંઠા બેંકમાંથી થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી

 

વડાલી શહેરમાં સાબરકાંઠા બેંકમાં ગ્રાહકની નજર ચૂકવી થેલી નીચેથી કાપી પૈસાની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી 1.50 લાખનો મુદ્દા માલ રિકવર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા ને મોટી સફળતા મળી

 

વડાલી શહેરમાં ગઈકાલે તારીખ 22/7/2024 ને 11: 45 વાગ્યાના સમયે વડાલી સાબરકાંઠા બેંકમાં ગ્રાહક તેમના ઘરેથી રોકડ રકમ 1.50 લાખ કાપડની થેલીમાં મૂકી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ગયા હતા અને બેંકમાં આવીને કાઉન્ટર પર સ્લીપ ભણતા હતા તે વખતે કોઈ અજાણ્યા ઈસમો પાછળથી ગ્રાહકની કાપડની થેલી બ્લેડીયા ચપ્પુ જેવું હથિયાર મારી ખોલીને નીચેનો ભાગ પાડી તેમાં રહેલ રોકડ રકમ 1.50 લાખ ચોરી લઈ ફરાર થઈ ગયા હતા

 

જે અંગે વડાલી પોલીસ સ્ટેશનને ગુનો થયેલ હતો તે ગુનાના કામે LCB ની અલગ અલગ ટીમો બનાવી સ્થળ વિઝીટ કરી બેંકના તથા આજુબાજુના વિસ્તારના સીસીટીવી વિડીયો ફૂટેજ ચકાસણી કરી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વિલન્સ તથા ICGS પોર્ટલ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ દરમિયાન ત્રણ ઇસમો આ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનો શક પડતા હ્યુમન્સ સોર્સીસ દ્વારા તપાસ દરમિયાન બાતમી મળી કે ત્રણેય ઈસમો બનાસકાંઠાના પાલનપુર આદર્શ નગર (બાવરી) ડેરા ખાતે રહેતા બાબરી સમાજના શિવા બંગાળી કોળી (બાવરી) અને શિવા રણધીર ભાટ તેમજ મુરલી પરસોત્તમ ચૌહાણ બાવરી તેઓ છૂટક વાહનમાં બેસી બનાસકાંઠા પાલનપુર તેમના વતન ખાતે જતા હતા જેની બાતમી મળતા ટીમના માણસોએ બનાસકાંઠા પાલનપુર આદર્શ નગર બાવરી ડેરા ખાતે મોકલી તપાસ કરાવતા ત્રણ ઈસમો પૈકી બે ઈસમો મળી આવતા તેઓને એલસીબી ઓફિસે લાવી વધુ પૂછપરછ કરતા ઈ ગુજકોપ એપ્લિકેશનમાં ચેક કરતા બંને ઈસમો ગુન્હા નો ઇતિહાસ ધરાવતા હોય બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ બંને તથા તેમની સાથેનો બીજો સમ એમ કુલ ત્રણ સાથે મળી વડાલી સાબરકાંઠા બેંકમાંથી ચોરી કર્યું હોવાનું કબુલાત કરી બંને આરોપીઓને વડાલી પોલીસ સ્ટેશનને અટક કરી ચોરી થયેલ કિંમત ₹1,50,000 નો મુદ્દા માલ ભારતીય નાગરિક સુરક્ષા સહિતા કલમ 106 મુજબ કબજે કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores