ખેડબ્રહ્મા પોલીસ દ્વારા મટોડા પાસે બાઈક ચાલકને ટક્કર મારી મોત નીપજાવી ભાગી ગયેલ ટ્રેક્ટર નો ડ્રાઇવર પકડાયો.
ગઈ તારીખ 20- 6- 2024 ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ પાસે હોન્ડા કંપનીનું બાઈક લઈ જઈ રહેલ કિરણભાઈ પોપટભાઈ બુંબડીયાને એક ટ્રેક્ટર ચાલકે ગફલત ભરી રીતે હંકારી ટક્કર મારતાં કિરણભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક તેનું ટ્રેક્ટર લઈ પોલીસને જાણ ન કરી નાસી છૂટેલ. જે બનાવ બનતાં ખેડબ્રહ્મામા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. ખેડબ્રહ્મા પીએસઆઇ એ.વી. જોશી, અ.હે .કો. જયદીપકુમાર જીતાભાઈ, અહેકો ભુપેન્દ્ર કુમાર રમેશભાઈ, આપોકો નરેશભાઈ મોતીભાઈ તથા આલઓર મગનભાઈ બચુભાઈએ ટીમ બનાવી સદર ગુન્હાની જીણવટ ભરી તપાસ કરતા આ ટ્રેક્ટર mahindra કંપનીનું 275 di નંબર -gj -09- bc -4011 હોવાનું અને આ ટ્રેક્ટર સરદાનજી સોનાજી મકવાણા રહે. સુલેઈ તાલુકો વડાલી વાળા નું હોવાનું જણાતાં અને આ ટ્રેક્ટર કચરાજી માતાજી ઠાકરડા રહે દુધલી તા. ખેડબ્રહ્મા વાળાને વેચાણ આપી દીધેલ હોવાની હકીકત જણાઈ આવતા આરોપી કચરાજી માતાજી ઠાકરડા રહે. દુધલી વાળાને પકડી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે આ ગુનાની કબુલાત કદર કરતાં થોડા જ દિવસોમાં આ ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો. અને સદરીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891