ખેડબ્રહ્મા શહેર પોલીસ દ્વારા ચોરીના બે શંકાસ્પદ બાઇક સાથે ત્રણ આરોપીને દબોચ્યાં
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એવી જોશી તથા કેવી વહોનીયા તથા અહેકો સુનિલભાઈ કાંતિભાઈ, આપોકો દિલીપભાઈ રણછોડભાઈ, આપોકો વાસુભાઇ ઇન્દુભાઇ તથા અપોકો વિકાસકુમાર હસમુખભાઈ વિગેરે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ લોડિંગ રિક્ષા નં. GJ-09- AX- 2142 આવતાં તે રીક્ષાને હાથ નો ઈશારો કર્યું ઉભી રાખી તે રિક્ષામાં બે મોટરસાયકલ શંકાસ્પદ જણા હતા સદરી રીક્ષા ડ્રાઇવર તથા પાછળ બેઠેલા જેઓનું નામ ઠામ પૂછતો તેમણે કરો તેમનું નામ ડ્રાઇવર કાંતિભાઈ રેવાભાઇ વાઘરી ઉ.વ. 55 તથા સુનિલભાઈ જેન્તીભાઈ વાઘરી ઉ.વ. 19 તથા અર્જુનભાઈ રમેશભાઈ વાઘરી ઉ.વ. 27 ત્રણેય ખેડબ્રહ્મા ના નવી ચાપલપુર વિસ્તાર વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું હતું.
રીક્ષા ની અંદર મુકેલ બંને બાઇકો બાબતે પૂછપરછ કરતાં તેઓ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી બજાજ પલ્સર મોટર સાયકલ પોકેટ કોપથી જોતાં તેનો નંબર -GJ-09-4852 નો જણાઈ આવતા સદરહુ બજાજ કંપનીનુ પલ્સર કિંમત રૂપિયા 35,000 ની તથા બીજી યામાહા કક્ષ મોટરસાયકલ GJ- 09-AC- 8582 ની કિંમત રૂપિયા 10,000 ની ગણી બંને મોટરસાયકલ લઈ જવા ઉપયોગ કરવામાં આવેલ લોડીંગ રીક્ષા નંબર gj 09 ax2142 ની કિંમત 85000 ની ગણી કુલ ₹1,30,000 નું મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી જે અંતર્ગત બજાજ પલ્સર મોટરસાયકલ નંબર GJ-09-CE- 4852 હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીના ગુનામાં નોંધાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153830
Views Today : 