Sunday, December 22, 2024

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દે તેવી ઘટના બની 

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દે તેવી ઘટના બની

 

વડાલી શહેરમાં પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારનો ગરદન પર ઘા મારીને કરપીણ હત્યા કરી

 

વડાલી નગરમાં આવેલ સગરવાસમાં મગનભાઈ સગર નામના શખ્સ દ્વારા પોતાની પત્નીની કરપીણ હત્યા કરતા સમગ્ર વડાલી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

પ્રાપ્ત વિગત અનુસાર વડાલી નગરમાં આવેલ સગરવાસમાં રહેતા મગનભાઈ દેવકરણભાઈ સગર જેમની ઉંમર આશરે 35 વર્ષ અને તેમની પત્ની નામે લક્ષ્મીબેન અને આશરે 10 વર્ષની દીકરી સાથે રહેતા હતા. તારીખ 31 ઓગસ્ટના રોજ બપોરના સુમારે અગમ્ય કારણોસર બંને વચ્ચે વિવાદ થતા મગનભાઈ સગર દ્વારા તેમની એકની એક દીકરીની સામે જ પોતાની પત્ની નામે લક્ષ્મીબેન ને ગળા અને મોં ના ભાગે ધારિયાના ઘા ઝીંકી દીધા હતા જેને લઇ લક્ષ્મીબેન નું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું આ બાબતની જાણ વડાલી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આરોપી મગનભાઈ ને ઝડપી જેલના હવાલે કર્યો હતો ઘટનાની સંવેદનશીલતા ને લઈ ઈડર થી ડી વાય એસ પી સાહેબ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી ઘટનાની નોંધ લીધી હતી આ સમગ્ર બાબતે મૃતક લક્ષ્મીબેન ના પિતા જીવણભાઈ શંકરભાઈ રહેવાસી ઈડરને જાણ થતા આરોપી મગનભાઈ વિરુદ્ધ એફ આઈ આર દાખલ કરી હતી. મૃતક લક્ષ્મીબેન ને વડાલી પી એસ આઈ જે એમ રબારી સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે સિવિલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores