પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની શુભેચ્છા મુલાકાત કરતા પાટણ જિલ્લા સંમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષભાઈ નાયી (પત્રકાર)
પાટણ ૬
પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ. પ્રજાપતિ સાહેબની પાટણ જિલ્લા સંમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ બી. નાયી (પત્રકાર) દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી મુલાકાતમા શૈલેષ નાયી દ્વારા પાટણ જિલ્લાના ગામડાઓની સમસ્યાઓ રોડ રસ્તા તેમજ જર્જરીત આંગણવાડીઓ તેમજ મંજુર થયેલ આંગણવાડીઓ ના કામ ઝડપથી કરવામાં આવે તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે માટે તેમજ હાલમાં ચાદીપુરા વાઈરસનો રોગચાળો નાં ફેલાય તે માટે તેમજ પાણીજન્ય રોગચાળો નાં ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તેમજ ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી ગ્રામિણોની લોક માંગણીને ધ્યાને લઈ આજરોજ સાહેબ શ્રીને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી હતી, સાથેજ ડીડીઓ શ્રી બી.એમ પ્રજાપતિન સાહેબને એક સામાજીક આગેવાન તરીકે ફોટોફ્રેમ આપી શૈલેષ નાયી દ્વારા તેમનુ સન્માન કરી જિલ્લામા સારી કામગીરી કરવા બદલ શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ પ્રસંગે ડીડીઓ બી એમ. પ્રજાપતિ દ્વારા ગ્રામિણ વિસ્તારોની સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું તે બદલ સાહેબ શ્રી નો ખુબખુબ આભાર…
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ