ઈડરના ભેટાલી ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ” નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી ઇડર તાલુકાના ભેટાલી કોલેજ ખાતે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનસુયાબેન ગામીતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી પધારેલ મનોચિકિત્સકશ્રી દ્વારા માનસિક રોગો તેમજ માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.મનિષાબેન વકીલ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013, મહિલા લક્ષી વિવિધ યોજનાઓ, મહિલા લક્ષી વિવિધ કાયદાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ મહિલા લક્ષી વિવિધ હેલ્પ લાઈન નંબરો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.પી.એસ.ત્રિવેદી,બી.એડ કોલેજ આર્ચાયશ્રી,સિવિલ હોસ્પિટલ ખાતેથી મનોચિકિત્સકશ્રી તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891