Friday, December 27, 2024

સાબરકાંઠામાં સામાજિક વનીકરણ વિભાગ થકી કોન્ફરન્સ કોલ મારફતે યોજના વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું 

સાબરકાંઠામાં સામાજિક વનીકરણ વિભાગ થકી કોન્ફરન્સ કોલ મારફતે યોજના વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું

 

સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા થકી જોડાઈને પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રામવિકાસ માટેની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે , જેમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા , તલોદ અને પોસીના તાલુકાના સિલેકટેડ ગામોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને ખેતી વિષયક બદલાવ લાવવા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.

 

તાજેતરમાં નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં સુધી ડીઝીટલ પ્લેટફોર્મ મારફતે પહોંચી લોકસંપર્ક જાળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આશય સાથે સાથે વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન કોન્ફરન્સ કોલ હાથ ધરવામાં આવ્યો, જેમાં સાબરકાંઠાના પોતાના કાર્યક્ષેત્રના 120 જેટલા ગ્રામ પંચાયત પ્રતિનિધિ ,સરપંચ શ્રીઓ તથા સક્રિય આગેવાનો જોડાઈને સામાજિક વનીકરણ વિભાગની યોજના અંગે માર્ગદર્શન મેળવવામાં સફળતા મેળવી હતી

 

પ્રસ્તુત કોન્ફરન્સ કોલમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન.એ

ચૌધરી (ખેડબ્રહ્મા વિસ્તરણ રેન્જ) દ્વારા કોન્ફરન્સ કોલ માધ્યમે પર્યાવરણ કામગીરીને વેગ મળે તથા ગામલોકો સુધી સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન મળી રહે તે ઉદેશ્યથી સરળ ભાષામાં ઉંડાણ પૂર્વક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો,

 

ઉપરોક્ત કોન્ફરન્સ કોલમાં એન.એ.ચૌધરી સાહેબ દ્વારા સામાજિક વનીકરણ વિભાગની સામૂહિક યોજનાઓ જેવી કે ઇ પર્યાવરણ , ગ્રામવન ,હરિયાળું ગામ, પંચવટી યોજના, સ્મશાન સગડી, પવિત્ર ઉપવન યોજના , વન કુટિર વગેરે સામુહિક યોજના તથા વ્યક્તિગત યોજના જેમાં એગ્રો ફોરેસ્ટ , કિસાન નર્સરી ,નેશનલ બમ્બુ જેવી ઘણીબધી યોજના વિષયક માર્ગદર્શન આપીને ઉપરોક્ત તમામ યોજનાઓનો લાભ લેવા માટેની પ્રક્રિયા વિષયક સમજ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

કોન્ફરન્સ કોલના અંતમાં ગ્રામ પંચાયત પ્રતિનિધિ તથા સક્રિય આગેવાનો દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોનો રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન. એ ચૌધરી સાહેબ દ્વારા સંતોષ કારક પ્રત્યુતર આપવાની સાથે સાથે નજીકની સામાજિક વનીકરણ વિભાગની ઓફિસની મુલાકાત લેવાનો અનુરોધ કરી કોન્ફરન્સ કોલ પૂર્ણ જાહેર કર્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores