ઉના વંસોજ ગામે વૃદ્ધ ની હત્યામાં પુત્ર,પુત્રવધૂ,પૌત્ર સહિત 5 લોકો ની ધરપકડ
મૃતક વૃદ્ધ ઘરની મહિલાઓ ને શારીરિક તેમજ માનસિક ત્રાસ અપાતો જેથી કંટાળી ને પરિવારે હત્યા કરી.
ગઇ તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારના સાતેક વાગ્યે નવાબંદર પોલીસને વાસોજ ગામથી ફોન આવેલ કે, વાસોજ ગામમાં ખોડીયાર મંદિર વાળી શેરીમાં એક રહેણાંક મકાનમાં ફળીયામાં લોહીલુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સુતેલી અવસ્થામાં પડેલ છે. જેથી તુરંત જ પોલીસ ત્યા પહોંચી અને તપાસ કરતાં જણાયેલ કે ખાટલામાં સુતેલ માણસનુ નામ મસરીભાઇ ઉર્ફે ઘેલાભાઈ કાનભાઇ શિયાળ ઉ.વ.૬૦ નુ કોઇ અજાણ્યા ઇસમે રાત્રીના સમયે માથાના તથા કપાળના ભાગે ધાતક હથીયારથી ગંભીર જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવેલ હોય મરણજનારના પુત્ર રણછોડભાઇ મસરીભાઇ ઉર્ફે ઘેલાભાઇ શિયાળની ફરીયાદ આધારે બી.એન.એસ. કલમ – ૧૦૩(૧), ૩૩૨(એ). તથા જી.પી.એકટ – ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી શ્રી નિલેશ જાજડીયા સા. તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સા. નાઓએ આ અનડીટેકટ મર્ડરના આરોપીને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી ઉના વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ સર્લ પો.ઇન્સ. શ્રી એ.પી.પટેલ, એલ.સી.બી. ઇ/ચા પો.ઇન્સ. શ્રી એ.બી.જાડેજા, એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી જે.એન.ગઢવી તથા પો.ઇન્સ. શ્રી એ.બી.વોરા તથા નવાબંદર મરીન પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સ. વી.કે.ઝાલાનોઓની અલગ – અલગ ટીમો દ્વારા આ બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ
બનાવવાળી જગ્યાની F.S.L.ટીમ તથા ડોગ સ્કવોડ દ્વારા ચકાસણી કરાવી. સી.સી.ટી.વી.ફુટેજ. ટેકનીકલ રીસોર્સ તેમજ હયુમન સોર્સથી માહિતી એકત્ર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી મરણજનાર સાથે સંપર્ક ધરાવતા તેમજ અન્ય શકમંદ ઇસમોને રાઉન્ડ અપ કરી તેઓની ઉંડાણ પુર્વક યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા આ મૃતક ના ફરિયાદી પોતે તેમજ તેના નજીક માં સગા જયદીપ રામભાઇ શિયાળ મૃતક ના દીકરા ની પત્ની મંજુબેન રામભાઇ શિયાળ, જમનાબેન ભરતભાઇ શિયાળ,ગીતાબેન વિજયભાઈ વાજા કરેલ હોવાનું કબૂલાત કરતા સાંયોગીક પુરાવાઓ એકત્ર કરી ને તેની ત્રણ મહિલા સહિત 2 પુરુષો સહિત ઘરના કુલ પાંચ સભ્ય મી અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવેલ છે
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના