જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
તારીખ 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખાય છે જેના ઉપક્રમે સંત શ્રી નથુરાબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે ડૉ .અશ્વિન બ્રહ્મભટ્ટ ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી શાળાના સુપરવાઈઝર શ્રી રજનીકાંત વાલા એ શ્રી દિપકભાઈ નીનામા શ્રી અનિલભાઈ ગામીત અને ભાનુબેન ડામોર નું શાલ અને પુસ્તક આપી સન્માન કર્યું આ પ્રસંગે ખેડબ્રહ્મા કોલેજ પૂર્વ અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ .અશ્વિન બ્રહ્મભટ્ટ દ્વારા આદિવાસી જીવન પરંપરા અને તેમની ભારતીય શૈલી વિશે મનનીય પ્રવચન આપ્યું હતું અને સૌ આદિવાસી ભાઈ બહેનોને બિરદાવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલે શાળામાં નોકરી કરતા દીપકભાઈ, અનિલભાઈ અને ભાનુબેન ને બિરદાવ્યા હતા. આ પ્રસંગે શાળાનો સમગ્ર સ્ટાફ તથા બાળકો જોડાયા હતા. આભાર વિધિ શ્રી ભવાનસિંહજી વાઘેલા દ્વારા કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891