વડાલી તાલુકાના નાદરી ના સરપંચ 3 સંતાનને લઈને તપાસનો આદેશ થતા રાજીનામું ધરી દીધું
વડાલી ટી ડી ઓ પિંકી પટેલ ના આદેશ થતા નાદરી ગામના સરપંચે નીતા પટેલ રાજીનામું આપી દીધું
વડાલી તાલુકાના નાદરીમાં ગ્રામ પંચાયતની સરપંચે ત્રણ સંતાન હોવા છતાં કાયદાનું ઉલાળ્યું કરી ચૂંટણીમાં ખોટા પુરાવા અને ખોટું સોગંદનામુ કરી ની ચૂંટણી લડી વિજેતા બની સરપંચ મેડવતા જાગૃત નાગરિકે દ્વારા વડાલી ટીડીઓને અરજી કરાતા ટીડીઓ એ તપાસના આદેશ કરતાં તપાસના ધમધમાટ વચ્ચે સરપંચે રાજીનામું આપી દેતા લોકોમાં વડાલી તાલુકાના રાજકારણમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે
ગુજરાત અધિનિયમ સુધારો હેઠળ વર્ષ 2005 ના માર્ચ માસમાં બે થી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ ચૂંટણી ન લડી શકે તોવો સુધારો કરવામાં આવ્યો હતો જે કાયદાનું વડાલી તાલુકાના નાદરી ગ્રામ પંચાયત ના સરપંચ પટેલ નીતા બેન અશોકભાઈ ને 2013માં પુત્રીનો જન્મ થયો હોવા છતાં 2021 ની ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે પટેલ નીતાબેન એ ખોટા પુરાવા અને ખોટું સોગંદનામુ કરી તંત્રની આંખોમાં ધૂળ નાખી ચૂંટણી લડી વિજેતા બની સરપંચ પદ પર હોવાનો આક્ષેપ વણકર અરવિંદ ભાઈ કરસનભાઈ એ કરતાં ગુજરાત અધિનિયમ 2005 કાયદાનું ઉલંઘન થયેલું જણાતા યોગ્ય તપાસ કરી કસુરવાર સામે કાર્યવાહી કરી સરપંચ રદ કરવાની માગણી કરી જેમાં વડાલી ટીડીઓ પિન્કી ચૌધરી વિસ્તરણ અધિકારીને તપાસ ના આદેશ કર્યો હતો ત્યારે તપાસના ધમધમાટ વચ્ચે સરપંચે રાજીનામું આપી દેતો વડાલી તાલુકાનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે
જે બાબતે વિસ્તરણ અધિકારી જયેશ સોની જણાવ્યું હતું કે નાદરી ગામના સરપંચ પટેલ નીતાબેન સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે અને ત્રણ સંતાનો બાબતે તપાસ હજી ચાલુ છે પુરાવા રજુ કરવાનું કહ્યું છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891