આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આજથી 5 દિવસ એટલે કે, 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ છે. જે અંતર્ગત ધાનેરામાં ત્રિરંગા યાત્રા કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એ ટી પટેલ તેમજ પોલીસ સિસ્ટમ તેમજ વિવેકાનંદ શાળાના એનએસએસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતાની ધાનેરામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધાનેરા પોલીસ સ્ટેશનથી નગરપાલિકા લાલ ચોક મધુસુદન પ્લાઝા અંબિકા સોસાયટી પ્રગતિ સોસાયટી રાજમંદિર પ્લાઝા થી પોલીસ સ્ટેશન 3 થી 4કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાર્યક્રમો યોજાશે
અને રાજ્યના આઈકોનિક સ્થળો પર ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે
અલ્તાફ મેમણ પાલનપુર