Wednesday, October 23, 2024

કલોલના યુવકને ડ્રગ્સ આપનાર મામલો. તપાસનો રેલો ઈડર સુધી રેલાયો

કલોલના યુવકને ડ્રગ્સ આપનાર મામલો. તપાસનો રેલો ઈડર સુધી રેલાયો

 

ગૌરાંગને ડ્રગ્સ આપનાર ઈસમ ઈડરના સુરપુરની સૂકુન સોસાયટીનો રહેવાસી

 

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ગાંધીનગર દ્વારા ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમ સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓની લે-વેચનું કરતાં ફઝલ મહંમદ મેમણની ધરપકડ કરાતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ શહેરની હોટલમાં દરોડો પાડીને એક પેડલરને રૃપિયા 10.92 લાખની કિંમતના નશાકારક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા બાદ એસ.ઓ.જી ગૃપે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગર પોલીસ દ્વારા પેડલરને દબોચી લેવાયાના ગણતરીના કલાકોમાં જ તેને ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી સાંબરકાંઠાના વડાલી ગામે રહેતા શખ્સની ચિલોડા વિસ્તારમાંથી ઝડપી લઇને પૂછપરછ શરૃ કરાઇ છે. મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા કલોલમાં બોરીસણા રોડ પર સાઇકૃપા બંગલોઝમાં રહેતા પેડલર ગૌરાંગ ભરતભાઇ સોલંકી નામના શખ્સને રૃપિયા 10.92 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. યુવાઓની જીંદગી બરબાદ કરી દેતા ડ્રગ્સના સપ્લાયરને લઇને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પેડલર પાસેથી મળેલી માહિતીના પગલે ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સની મદદ લેવાઇ હતી. જેના પગલે પગેરૃ મળતાં ગૌરાંગને ડ્રગ્સ આપનાર ઈસમ મુળ સાબરકાંઠાના ઇડરના સુરપુરની સુકુન સોસાયટીનો રહેવાસી તેમજ હાલ વડાલી ગામનાં મુખ્ય બજારમાં ગાડીઓની લે-વેચનું કામકાજ કરતો ફઝલ મોહમ્મદ મેમણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. સાબરકાંઠાનાં ઈડરમાં રહી ડ્રગ્સનાં સપ્લાયર તરીકે નશીલો પ્રદાથ કોણી અને ક્યાંથી લાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. જોકે મહત્વની બાબત તો એ છે કે સાબરકાંઠાની ઇડર પોલીસને ગંધ પણ ન જાય તે મુજબ નશીલા પદાર્થનો કાળો કારોબાર ચલાવતો ઈસમ અત્યાર સુધી પોલીસની નજરે કેમ ન પડ્યો તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. હાલના સમય ગાંધીનગર એ.સો.જી ગ્રૂપે આરોપી ઈસમને દબોચી લઇ આગળની તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores