અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા એ.પી ત્રિવેદી કોલેજ ખાતે તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
નગરમંત્રી રાજેશભાઈ જોષી(નાનોલ) સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
પ્રતિનિધિ : થરાદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર વખતે 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ પણ થરાદના ખોરડા ખાતે આવેલી એપી ત્રિવેદી કોલેજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી અને ભાગ સંયોજક રાજેશભાઈ જોષી (નાનોલ) તેમજ બંકિમભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતાકી જય તેમજ એબીવીપીના નારાઓ સાથે રેલી યોજવામાં આવી હતી તેમજ રેલીની પુર્ણાહુતી બાદ એબીવીપી વિશે પૂરતું માર્ગદર્શન અને આગામી સમયમાં કેમ્પસ કારોબારી યોજાશે તે બાબતે નગરમંત્રી રાજેશભાઈ જોષી(નાનોલ) દ્વારા આપવામાં આવ્યુ હતું