“હર ઘર તિરંગા” અભિયાન
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી શ્રી ડો. કુબેરભાઇ ડિંડૉરની અધ્યક્ષતામાં ૭૮ મો સ્વાતંત્રતા પર્વ ઉજવાશે.
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાનો ૧૫ મી ઑગસ્ટ સ્વાતંત્રતા પર્વ આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે ઉજવાશે.
તા.૧૫ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ ૭૮મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે ગુરુવારે સવારે ૯:૦૦ કલાકે ઉજવાશે. આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે ધ્વજ વંદન કરાશે. તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલશે. તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ કાર્યક્ર્મ કરવામાં આવશે.
આ સ્વાતંત્રતા પર્વમાં સહભાગી થવા નાગરીકોને જિલ્લા વહિવટી તંત્રનું હાર્દિક નિમંત્રણ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152527
Views Today : 