Wednesday, October 23, 2024

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઈડર શાખા દ્રારા શ્રી એચ આર ગારડી વિદ્યાલય ઉમેદપુરા ખાતે 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઈડર શાખા દ્રારા શ્રી એચ આર ગારડી વિદ્યાલય ઉમેદપુરા ખાતે 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈડર શાખા દ્રારા ૭૮ મો સ્વાતંત્ર્યદિન ઉજવવામાં આવ્યો. ઉમેદપુરા ગામમાં ભારતમાતા કી જય ઘોષ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ ઉમેદપુરા હાઇસ્કૂલમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું. ધ્વજ વંદન ના મુખ્ય મહેમાન વિદ્યાલય ના પૂર્વ આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ અને ઈડર નગર ના નગરમંત્રી અનિલસિંહ ડાભી દ્રારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વિદ્યાલય આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા મહેમાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ ઈડર નગર ના ઉપાધ્યક્ષ શ્રી દિક્ષિતભાઇ સગર દ્રારા ABVP નો પરિચય આપવામાં આવ્યો હતો.ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમો રજૂ થયાં. જેમાં સ્વાગત ગીત, દેશ ભક્તિ ગીત ઉપર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે ગામમાંથી પધારેલા ગ્રામજનો દ્વારા ફૂલ નહીતો ફૂલની પાંખડી જેટલું દાન આપેલ જે બાળકો એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમણે દર વર્ષની જેમ આ વખતે પણ પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવામાં આવશે. .આ કાર્યક્રમમાં નિમિત્તે ઈડર શાખા ના કાર્યકર્તા તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ગામની વિવિધ સરકારી અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ, ઉમેદપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકશ્રીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ઉમેદપુરા હાઇસ્કૂલ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. છેલ્લે ઉમેદપુરા વિદ્યાલય સંસ્થા ના પ્રમુખશ્રી દ્રારા આભર વિધિ કરવામા આવી હતી.દરેકનું મોં મીઠું કરાવીને આ આનંદના પર્વને હર્ષોલ્લાસ દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores