Wednesday, October 23, 2024

બાઈક ચોરીના ગુન્હા નો ભેદ વડાલી પોલીસે ઉકેલ્યો

બાઈક ચોરીના ગુન્હા નો ભેદ વડાલી પોલીસે ઉકેલ્યો

 

નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા મળી

 

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા વિજય પટેલ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચોરી કરતા ઈસમોને પકડવા માટે સૂચના આપી હતી તે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા ડી એન સાધુ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત નજર રાખી કાર્યરત હતા તે દરમિયાન અ પો કો દોલતભાઈ કેશાભાઈ ને ખાનગી બાદની મળતા કે એક ઈસમ ચોરીની મોટરસાયકલ લઈને અસાઈ વાસણા બાજુથી વડાલી તરફ આવી રહી છે જેથી અમે અને બીજા પોલીસ સ્ટાફના માણસો રામપુર વાસણા ચોકડી ખાતે નાકાબંધી કરી વાહન ચેકિંગ ની કામગીરી કરતા હતા તે દરમિયાન બાતમી વાળો ઈસમ એક મોટરસાયકલ નંબર GJ 09 CT 8216 લઈને આવી રહ્યો હતો તે ઈસમને હાથથી ઈશારો કરી તેનું નામ સરનામું પૂછતા તેને પોતાનું નામ જીગરભાઈ સાહેબાભાઈ બાબુભાઈ કોદરવી ઉંમર વર્ષ 19 રહે લીલાવંટા તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા હાલ રહી ઉમિયા નગર કંપા (કોદરેલી) નજીક ખાતે ફિરોજભાઈ જીવણભાઈ ચૌહાણ રહે વડાલી તેમના ખેતરમાં તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા હોવાનું જણાવતા તેની પાસે રહેલી મોટરસાયકલ ના કાગળો માગતા પોતાની પાસે નથી તેવું જણાવી મોટરસાયકલ વડાલી ત્રણ રસ્તા પાસે પેટ્રોલ પંપ પાસેથી આજથી આશરે દસ દિવસ પહેલા ચોરી હોવાનું જણાવતા મોટરસાયકલ નો આગળ પાછળ નું રજીસ્ટર નંબર ચેક કરતા GJ 09 CT 8216લખ્યું હતું તેમજ તેની ચેચીસ નંબર જોતા અને તથા એન્જિન નંબર જોતા લખેલ હતું મોટરસાયકલ કાળા કલરની વાદળી પટ્ટાવાળી હીરો હોન્ડા ડીલક્ષ મોટરસાયકલ હોય મોટરસાયકલ ની પોકેટ કોર્ટમાં સર્ચ કરતા મોટરસાયકલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતા 2023 ની કલમ 303 (2) મુજબ ચોરીમાં ગયેલ મોટરસાયકલ હોવાનું જણાય આવતા મોટરસાયકલ ની કિંમત રૂપિયા 20 હજાર ગણી એ સમયે વડાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

 

આમ વડાલી પોલીસ સ્ટેશન ના PSI શ્રી જે એમ રબારી સાહેબ અને તેમના સ્ટાફની કામગીરીને લોકોએ બીરદાવી હતી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores