પોશીના તાલુકાના કાલીકાંકર ના ગવરી ફળો વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ પોશીના ના કાલીકાંકરના ગવરી ફળો વિસ્તારમાં રાજસ્થાન તરફથી આવેલા 50 થી 60 લોકોના ટોળાએ ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી પોલીસ દ્વારા બંને પક્ષોના આગેવાનો સાથે વાતચીત કરી મામલો શાંત પાડવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ પોશીનાના કાલી કાકર ગામના ગવરી ફળો વિસ્તાર કે જે વર્ષોથી બંને રાજ્યોની હદ સીમા બાબતે વિવાદમાં હોય બંને તરફના લોકો દ્વારા વારંવાર વિવાદો થતા હોય જેના અગાઉ પણ આવા બનાવો બનેલા છે ત્યારે સોમવારે એક બળદના વિવાદ બાબતે રાજસ્થાનના કોળિયા ગામથી 50 થી 60 લોકોનું ટોળું હથિયારો સહિત આવી જઈને ગવરી ફળો વિસ્તારના લોકો ઉપર ખાનગી ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી જે બાદ પોશીના પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા આ વિસ્તાર સંવેદનશીલ હોય ઘટનાની ગંભીરતાને લઈને ઈડર ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિત પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ સ્થળ ઉપર જઈને પોલીસે તપાસ કરીને સ્થાનિક લોકો દ્વારા આ બાબતે હાલ પૂરતી બંને પક્ષો દ્વારા સામાજિક રીતે નિકાલ કરવાની વાત ચાલે છે અને હાલ પૂરતી કોઈ ફરિયાદ કરવાની ના કહેતા પોલીસ દ્વારા બંને પક્ષોના આગેવાનો સાથે વાતચીત કરી મામલો શાંત પાડવામાં આવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891