ખેડબ્રહ્મા: ભારત બંધના એલાન થી ખેડબ્રહ્મા શહેર સંપૂર્ણ બંધ પાળી વેપાર રોજગાર ધંધા બંધ રાખવામાં આવ્યા.
સુપ્રીમ કોર્ટના અનામત વિરોધી નિવેદનના કારણે ભારત બંધના અનુસંધાને ખેડબ્રહ્મા શહેરમાં સંપૂર્ણ બંધ નું એલાન કરતા ખેડબ્રહ્મા શહેરના નાના-મોટા વેપારીઓએ પોતાના રોજગાર ધંધાઓ બંધ કરી દુકાનો બંધ કરી ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું.
અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના અનામત સંદર્ભમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર નો વિરોધ દર્શાવવા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું
ભારત બંધના એલાનમાં વિવિધ સંગઠનો એ પણ સમર્થન આપ્યું હતું.
સ્વયંભૂ પોતાના નાના-મોટા રોજગાર ધંધાઓ બંધ રાખી ભારત બંધના એલાનને ટેકો આપ્યો હતો
સુપ્રીમ કોર્ટના આ નિવેદન થી જાતિઓ જાતિઓ વચ્ચે વય મનુષ્ય ઊભું થાય તેમજ શાંતિ ઉભી થાય તે માટે ખેડબ્રહ્મા મામલતદાર ને પણ આવેદનપત્ર આપી ખેડબ્રહ્મા શહેરને ભારત બંધના એલાનમાં જોડાવા માટે તેમજ શાંતિપૂર્ણ માહોલ જાળવવા અપીલ કરી હતી.
અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ના વિવિધ સંગઠનો એ સરકાર શ્રી ને અલ્ટીમેટમ આપ્યું છે કે જો આ બાબતે ઝડપથી યોગ્ય નિર્ણય લેવા નહીં આવે તો આગળની રણનીતિ નક્કી કરી ગાંધી ચિંધ્યા માર્ગ ઉપવાસ પર અથવા તો આંદોલનો કરવાની ફરજ પડશે જેની જવાબદારી સરકારશ્રીની રહેશે
સાબરકાંઠા જિલ્લા માં ભારત બંધની અસર જોવા મળી હતી. હિંમતનગર ઇડર વડાલી ખેડબ્રહ્મા પોશીના તાલુકાની તેમજ આજુબાજુના ગામડાઓ માં પણ સહકારી સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ પણ શિક્ષણકાર્ય બંધ કરી ભારત બંધને સમર્થન આપ્યું હતું.
કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઇ એ.વી જોશીએ સતત મોનિટરિંગ કરી ખેડબ્રહ્મા શહેરના વિવિધ માર્ગો ઉપર પોલીસને સ્ટેન્ડ બાય રાખી હતી.
ભારત બંધના એલાનને કારણે પીએસઆઇ અને પોલીસની સતર્કતા ના કારણેખેડબ્રહ્મા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891