પાટણ જિલ્લાના ખીમિયાણા ગામમા પ્રસવ પીડા ભોગવતી મહિલાને 108 માજ ડીલેવરી કરાવી બાળક અને માતા નો જીવ બચાવ્યો..
ચાણસ્મા 108 ટીમ દ્વારા ખીમિયાણા ગામમાં રહેતા લક્ષ્મીબેન રોહિતભાઈ ચમાર ને પ્રસુતિ નો અસહ્ય દુ:ખાવો ઉપાડતા વહેલી સવારે 108 નો સંપર્ક કરતા ચાણસ્મા 108 ના ઇએમટી અને પાયલોટે સ્થળ પર પહોંચી દર્દીને તપાસ કરતા અમેનોટ્યુક ફુલઈડ લીકેશ થઈ ગયેલ હોય ડીલેવરીનો અસહ્ય દુ:ખાવો ચાલુ જ હોય તેઓને મહિલાને પ્રસવ વેદના અસહ્ય થતા રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સ ને સાઈડ માં રાખી ફરજ પરના ઇએમટી વિજેન્દ્ર ડોડીયા અને પાયલોટ પ્રવીણ ઠાકોર દ્વારા હેડ ઓફિસ રહેલ ટીમનો સંપર્ક કરી તેઓને માર્ગદર્શન મુજબ મહિલાનિ નોર્મલ ડિલિવરી કરાવી
જરૂરી સારવાર આપી માતા અને બાળક બંનેનો જીવ બચાવી વધુ સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના પરિવારજનો એ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ પાટણ







Total Users : 151896
Views Today : 