>
Sunday, July 6, 2025

થરાદના નાનોલની પ્રાથમિક શાળામાં બાળાઓ દેશી કોનુડે રમી જન્માષ્ટમીની ઉજવણી કરી

થરાદના નાનોલની પ્રાથમિક શાળામાં બાળાઓ દેશી કોનુડે રમી જન્માષ્ટમીની ઉજવણી કરી

 

પ્રતિનિધિ : થરાદ

જન્માષ્ટમીનો તહેવાર જે ગામઠી ભાષામાં કાનુડો જે અહીં બનાસકાંઠાનો પરંપરાગત તહેવાર જે મહોત્સવ ની ઉજવણી નાનોલ પ્રાથમિક શાળા માં બાળકોએ પરંપરાગત પોશાકમાં કૃષ્ણ(કાનુડા)ના લોકગીતો ઉપર રાસ ગરબા રમીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી જેના થકી બાળકોમાં ધાર્મિક મૂલ્યોનો વિકાસ થાય તેમજ તહેવારો પ્રત્યે રુચિ કેળવાય એ હેતુ સાથે નાનોલ પ્રાથમિક શાળાના આચાર્ય અણદાભાઈ પટેલ દ્વારા બાળકોને જન્માષ્ટમીના તહેવાર વિશે ધાર્મિક અને પરંપરાગત તહેવારોનું મહત્વ સમજાવ્યું હતું. જોકે શાળાના ઉત્સાહિત આચાર્ય દ્વારા બાળકોના વિકાસ માટે વારંવાર ભણતર ની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ કરવરાવવા માં આવે છે જે હમણાં જ ગયેલ રક્ષા બંધનના તહેવાર નિમિતે પણ રક્ષા બંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાની બાળાઓ એ શાળામાં સાથે ભણતા વિદ્યાર્થી ભાઈઓ ને રાખડી બાંધી ને મનાવ્યો હતો ત્યારે આ જન્માષ્ટમી ના કાર્યક્રમને લઈ ને પણ કાનુડો રમાડવામાં આવ્યા હતા જેમાં શાળાની બાળાઓ ખુબજ ઉત્સાહિત જોવા મળી હતી. જોકે બાળકો માંથી કાનુડો અને રાધા પણ બન્યા હતા અને બધા બાળકો આ કાર્યક્રમને લઈ ખુશ પણ જોવા મળ્યા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores