પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં જન્માષ્ટમી ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી

આજરોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં જનમાષ્ટમી ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી જૂની પરંપરા પ્રમાણે જગ્યા માથી લઇ પૂજ્ય શ્રી નાથીબાઈ માના દેવળ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માં અશ્વો,રાસમંડળી અને ગાડીઓ અને સૌ ઠાકર ના સેવકો ખુબ મોટી સંખ્યા માં જોડાયા હતા ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે
પૂજ્ય શ્રી નાથીબાઈમાં ના દેવળે ધજારોહણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં પૂજ્ય શ્રી ભયલુબાપુ પૂજ્ય શ્રી ગાયત્રીબા પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ અને ઠાકર ના સેવકો વિહળ પરિવાર ખુબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યો હતો તેમજ આજરોજ પવિત્ર શ્રાવણ માસ ના સોમવાર ના પાર્થિવ શિવલિંગ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
અને એમાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા એ પૂજ્ય ગાયત્રીબા અને પૂજ્ય શ્રી દિયાબા એ અને સૌ ઠાકર ના સેવકો બહેનો એ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો
અહેવાલ કનુભાઈ ખાચર







Total Users : 156099
Views Today : 