બનાસકાંઠા જિલ્લાના ચંડિસર ગામ માં ખુલ્લેઆમ વેચાતો વિદેશી દારૂ
દેશી દારૂ ની ઠેર ઠેર હાટડીઓ
દેશી વિદેશી જે માગો એ મળી જાય ચંડીસર ગામ માં,
પાલનપુર ડીસા હાઇવે રોડ પર નું જિલ્લા નું ચંડીસર ગામ બન્યું વિદેશી દારૂ પીવા માટે નું એક સલામત સ્થળ જ્યાં કોઈ પોલીસ કે કાયદા નો કોઈ ડર નહીં
પાલનપુર અને ડીસા તથા આજુબાજુ ના ગામડાઓ માંથી આવતા લોકો બિન્દાસ થી કોઈ ડર વગર ખુલ્લેઆમ નશા નો આનંદ લેતા હોય છે
ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક નો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકા ના ગામડાઓ માં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂની હાટડીઓ ચલાવનારા પર કોની મહેરબાની ?
તાલુકા પોલીસ શંકા ના દાયરા માં
પાલનપુર ડીસા રોડ પર આવેલ ચંડીસર ગામ ના બસ સ્ટેન્ડ પાસે ખુલ્લેઆમ વિદેશી દેશી દારૂ નો ગેર કાયદેસર વેપાર ચાલી રહ્યો છે અને પાલનપુર તાલુકા ના ગામોના યુવા ધન ને બરબાદ કરનાર , યુવાનો ને નશા ના રવાડે ચડાવી હરામ ના રૂપિયા કમાવા ની જાણે હોડ લાગી હોય એવું જોવા મળે છે
મળતી માહિતી મુજબ પાલનપુર ડીસા રોડ પર આવેલા ચંડીસર અને જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમિક શાળા નજીક , પરા વિસ્તાર માં દિવસ રાત ખુલ્લેઆમ જાણે મેળો ભરાયો હોય એવું જોવા મળે છે
યુવાનો ને બરબાદ થતાં જોવા મળી રહેશે
આ વિદેશી દારૂનો નો કાળો કારોબાર પાલનપુર તાલુકાના ના ચંડીસર ગામ માંથી કોઈ બુટલેગર પોતાના દમ પર શકિત પર ચલાવી રહ્યો છે કોઈ કાયદા નો ડર નહીં ચંડીસર બસ સ્ટેન્ડ પાસે જ વિદેશી દારૂનો મોટો વેપલો બુટલેગર ધ્વરા ચલાવવા માં આવી રહ્યો છે પણ અફસોસ ખુલ્લેઆમ ચાલતા આ વિદેશી દારૂ ના વેપાર સામે પોલીસ મુક પ્રેક્ષક બનીને જોઈ રહી છે ચંડીસર પોલીસ સ્ટેશન પાસે જ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે
કોઈ પોલીસ નો ડર નહીં જાણે વિદેશી દારૂ વેચવા નું લાયસન્સ કાયદેસર મળ્યું હોય તેમ બિન્દાસ્ત થી ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે ચંડી સર બસ સ્ટેન્ડ પર અને અને જીઆઈડીસી વિસ્તારમાં આજુબાજુ નજર કરવા માં આવે તો વિદેશી દારૂ ખરીદી કરતા લોકો ખુલ્લેઆમ જોવા મળે છે
સ્થાનીક કક્ષાએ પોલીસ ની કામગીરી પણ શંકા ના દાયરા માં આવેછે
વધુ માં રાત્રી દરમિયાન જુગાર ના અડ્ડા ઓ પણ ધમ ધોકાર ચાલતા હોવા ના લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
ત્યારે
બાહોશ જીલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબ કયારે કાર્યવાહી કરશે ? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
ભુપેન્દ્ર પરમાર પાલનપુર બનાસકાંઠા