રાજ્યમાં કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે. જેને લઈ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891