Sunday, December 22, 2024

શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓને પકડી જુગારનો કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ

શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓને પકડી જુગારનો કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ

 

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ ના હોય એ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહી.તથા જુગારના કેસ શોધી કાઢવા સૂચના આપી હતી જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી ઉદાવત તથા સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખતા અને પેટ્રોલિંગ કરતા હતા

 

તારીખ 25/ 8/ 2024 ના રોજ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોસ્ટેબલ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જશવંતસિંહને ખાનગી બાતમી મળી કે કાટવાડ રોડ ગટર ગબ્બા પાસે આવેલ છાપરા ની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના થી પૈસાનો હાર જીતનો જુગાર રમી અને રમાડે છે જે હકીકત આધારે સર્વેલન્સ માણસો સાથે રેડ કરતા ત્યાંથી શ્રવણભાઈ ડાહ્યાભાઈ ભાટ રાહુલભાઈ સનાજી ભીલ નટવરભાઈ શાંતિભાઈ ભીલ સનાજી સવાજી ભીલ દિનેશભાઈ કરશનભાઈ ભંગી ગોવિંદભાઈ તગાજી ભીલ કનુભાઈ બાબુભાઈ ભીલ રહે ગટર ગબ્બા પાસે છાપરામાં કાટવાડ રોડ હિંમતનગર જિલ્લા સાબરકાંઠા ના હોય જુગાર રમી રમાડતા ગંજીપાના તથા રોકડ રકમ રૂપિયા 11,400 ના મુદ્દા માલ સાથે પકડી જેથી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

 

હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સાત શકુનીઓને મુદ્દા માલ સાથે ઝડપી કાર્યવાહી કરવામાં આવી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores