આજે અંબાજી મંદિરમાં ભક્તો વરસાદમાં પણ દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી પંથકમાં સતત રાતથી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ચાલુ વરસાદમાં અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી આજે ભારે વરસાદની આગાહી તંત્ર તરફથી કરવામાં આવી છે તેમ છતાં ભક્તોમાં માં અંબાના દર્શન કરવા દૂર દૂરથી આવી રહ્યા છે સતત વરસી રહેલા વરસાદના કારણે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી પણ ભરાઈ ગયું છે તો સાથે
સાથે રેલિંગમાં અને મંદિરના પરિક્ષણમાં પાણી પાણી જોવા મળ્યું હતું. આવનાર થોડા સમય બાદ ભાદરવી મહા કુંભ શરૂ થઈ રહે છે ત્યારે મા અંબાના મંદિરમાં ભક્તો અવિરતપણે દર્શન કરવા આવી રહ્યા છે… રિપોર્ટર મમતા નાઈ અંબાજી
અંબાજી મંદિરમાં ભક્તો વરસાદમાં પણ દર્શન કરવા આવી રહ્યા છે.
અન્ય સમાચાર