થરાદ શહેર અને તાલુકામાં દેશી માટીનો દેશી કાનુડો જન્માષ્ટમી પર્વ દરમિયાન આકર્ષણનૂ કેન્દ્ર બન્યો….,….
એન્કર..આજ ના આ ડિજિટલ યુગ મા પણ જૂની સંસ્કૃતિ ને જાળવી રાખવા મા બનાસકાઠા નો સરહદી વિસ્તાર એટલે થરાદ.વાવ તાલુકાની વાત કરવી તો કૃષ્ણ જન્માષ્ટમી ની આપણા દેશ મા કૃષ્ણ જન્માષ્ટમી (સાતમ – આઠમ) નો તહેવાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ નો પર્વ કહેવાય આઠમ ની મધરાતે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થાય છે ભગવાન ના જન્મ પહેલાં ગામના યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યાર બાદ મધરાત્રતે ગામની દીકરીઓ જે પોતાના પિયર થી કાનુડો રમવા આવેલ હોય છે એ દીકરીઓ દ્વારા તળાવની.માટી માંથી કાનુડો બનાવે છે એ કાનુડા ને સોના ચાંદીના આભુષણો તેમજ અલગ અલગ વેશ ભૂસા સાથે શણગારવામાં આવે છે.

નમ ના દીવસે ગામ ની દીકરીઓ દેશી ઢોલ ના તાલે કાનુડાના રાસ ગરબા રમે છે અને ત્યાર બાદ સાંજના સમય ગામનાં તળાવ મા માટી થી બનાવેલ કાનુડા ની મૂર્તિ ને પધરાવી દેવા મા આવે છે જો ગામનાં યુવાનો અથવા ગામના કોઈ ઍક વ્યક્તિ દ્વારા કાનુડા ને તળાવ તરફ લઈ જતી દીકરીઓ ને રોકી દેવા મા આવે તો એ (કાનુડો પાછો વાળ્યો) ગણવામાં આવે અને એના બીજા દીવસે આખો દીવસ રાસ ગરબા રમે છે અને બપોરે દીકરીઓ માટે જમવાની પણ સગવડ કરવામાં આવે છે આ રીતે ચાલી આવતી જૂની પરંપરા આજ પણ થરાદ વાવ ના ગામડાઓ મા જૉવા મળી રહી છે..
વીઓ.. થરાદના શેણલાલ સોસાયટી રાજપૂત વાસમાં કાનુડોની ઉજવણી કરવામાં આવતી હતી જેમાં દાનસિંહ રાજપુત અને હાજાજી રાજપૂત ના પરિવાર દ્વારા જન્માષ્ટમીના દિવસે તેમની ઘરે માટીનો કાનુડો બનાવી અને રાત્રે બહેન દીકરીઓને દ્વારા કાનુડો ના ગીત ગાય અને આઠમની મધરાત્રે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયા બાદ નમના દિવસે સવારે દેવચંદ પરિવારની બહેનો દીકરીઓ અને મહિલાઓ દ્વારા અને આજુબાજુની મહિલાઓ અને દીકરીઓ દેશી ઢોલના તાલે આખો દિવસ રમઝટ બોલાવી હતી અને બપોરના તમામ મહિલાઓ દીકરીઓ કુવાસીઓ બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ કોનુડે રમનાર બહેન દીકરીઓએ ભોજન પ્રસાદ કર્યો હતો અને આ કાનુડાની ઉજવણી પ્રસંગમાં થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અધ્યક્ષના કાર્યોલાયના ઇન્ચાર્જ હેમજીભાઇ ચૌધરી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુંસિંહ રાજપુત શ્રી રામસેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર. નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત ભાજપ પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને ભોજન પ્રસાદ લીધો હતો તેમજ ભૂદેવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં કાશીરામભાઈ પુરોહિત વિષ્ણુભાઈ દવે જયપ્રકાશ જોષી સહિતના ભૂદેવોએ આ પ્રસંગે હાજરી આપી ભોજન પ્રસાદ લીધો હતો.
વિઓ…. થરાદના આનંદ કૃપા સોસાયટીમાં કાનુડાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશી માટીનો કાનુડો બનાવી અને આનંદ કૃપા સોસાયટીની મહિલાઓએ આખો દિવસ દેશી ઢોલ ના તાલે કાનુડો રમી હતી અને સાંજના સમયે કાનુડાને પધરાવવામાં આવ્યો હતો તેમજ ડોડગામમાં જન્માષ્ટમી નિમિત્તે દેશી કાનુડો બનાવી અને ગામની તમામ સમાજની મહિલાઓ દીકરીઓ આખો દિવસ દેશી ઢોલ ના તાલે કાનુડે રમઝટ બોલાવી હતી ત્યારબાદ સાંજના સમયે કાનુડાને તળાવમાં આવ્યો હતો..