ખેડબ્રહ્મા અંબિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બેદરકારી સામે આવી
આજ રોજ અરજદાર દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને જાણવાજોગ આપી ફરિયાદ તપાસના ચક્રો ગતિમાન સાબરકાંઠા ખેડબ્રહ્મા ખાતે સ્ટેટ હાઈવે રોડ ઉપર આવેલ અંબિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવેલ દર્દીની સારવારમાં ગંભીર બેદકારી સામે આવતા દર્દીના પરિવારમાં આક્રોશ વ્યક્ત થયો છે અને દર્દીના પતિ દ્વારા આ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે અંબિકા હોસ્પિટલ સામે જાણવા જોગ ફરિયાદ આપી તટસ્થ ન્યાયની માંગણી સામે ન્યાય તપાસ કરવા વિનંતી કરી છે.
મળતી માહિતી મુજબ દર્દીના પતિ દ્વારા પત્નીને તારીખ 17 -8 -2024 ના રોજ સદર હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા ખેડબ્રહ્મા અંબિકા હોસ્પિટલ દ્વારા એડમિટ કરતા અને દર્દીને લીવર ઉપર સોજો આવેલ છે તેવું જણાવતા બે ત્રણ દિવસ માટે સારવાર આપેલ આ સિવાય અન્ય કોઈ તકલીફ ન હતી. સારવાર સમયે બોટલ ચઢાવવા માટે હાથમાં લગાવેલ વીગો તે વિગાના કારણે બહુ દુખાવો થયો હતો આ બાબતે દર્દીના પતિ દ્વારા ડોક્ટર મેહુલ પટેલ અને ગેનાજી ઠાકોરને આ અંગેની જાણ કરેલ પરંતુ તેમની ધોર બેદરકારી કારણે દર્દીનો હાથ સૂજી ગયો હતો હાથમાં રસી થઈ જતા ખૂબ જ દુખાવો ઉપડેલ તેથી ડોક્ટર ને જણાવ્યું કે બે ત્રણ દિવસમાં હાથ ઉપર બરફ ઘસવાથી સારું થઈ જશે તે પછી દર્દીને ખૂબ જ તાવ આવતા અને દર્દીની તબિયત વધું બગડતા દર્દીને તાત્કાલિક વધુ સારવાર અર્થે ઈડર મહેસાણા, અમદાવાદ ખાતે લઈ જવાનો વારો આવ્યો હતો અને ડોક્ટર દ્વારા રિપોર્ટ કરી વધુ માહિતી મેળવતા દર્દીને શરીરમાં વિગોના કારણે લોહીમાં ઇન્ફેક્શન ભળી ગયું હોવાનું બહાર આવ્યું હતું જેનાથી લોહીના અલગ અલગ રિપોર્ટ કઢાવતા સદર હોસ્પિટલ જાન લેવા અને ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું આ ઉપરાંત ઇન્ફેક્શનના કારણે શરીરમાં પગની આંગળીઓના ભાગે તેમજ કિડની વાલ અને કરોડરજ્જુમાં પણ નુકસાન થયેલ છે એવું રિપોર્ટમાં બહાર આવ્યું હતું જેનાથી દર્દીને આશરે ચાર લાખ જેટલો ખર્ચ થયેલ છે જેનાથી દર્દીના પરિવાર તથા દર્દી આધાતમાં શરીર પડ્યા હતા અને સદર હોસ્પિટલ ની કારણે તબિયત અત્યારે પણ નાજુક અવસ્થામાં હોવાનું જાણવા મળેલ છે આ અંગે ખેડબ્રહ્મામાં પોલીસ સ્ટેશન તથા તાલુકા હેલ્થ ઓફિસર તેમજ લાગતી કચેરીઓમાં તેમજ આ બાબતની લેખિત જાણ કરી સત્વરે ખેડબ્રહ્મા અંબિકા હોસ્પિટલ ના ડોક્ટરો સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરેલ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891