Wednesday, November 13, 2024

ધાનેરા પુલ ના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજાર માં બસ ચાલુ કરવા મુદે મીટીંગ યોજ્યા બાદ આવેદનપત્ર અને સાત દિવસ માં ઉકેલ ન આવે તો ચક્કાજામ ની ચીમકી આપાઈ

ધાનેરા પુલ ના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજાર માં બસ ચાલુ કરવા મુદે મીટીંગ યોજ્યા બાદ આવેદનપત્ર અને સાત દિવસ માં ઉકેલ ન આવે તો ચક્કાજામ ની ચીમકી આપાઈ…..

ધાનેરા માં બનેલ રેલવે પુલ એ ધાનેરા ની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલ ની બાજુ માં સર્વીશ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધા ને મોટો ફટકો પડ્યો છે સર્વીશ રોડ ના કારણે હોસ્પિટલ પહોંચવા માં દર્દીઓ ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડે છે અનેક વાર એમ્બ્યુલન્સ ફસાયા ના દાખલા મોજુદ છે સ્થાનિકો એ સર્વિસ રોડ મુદે અનેક વાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરી હતી પણ પરિણામ ન મળતા આખર વેપારીઓ ડોકટરો અને જાગૃત નાગરિકો ની મીટીંગ મળી ત્યાર બાદ રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી સાત દિવસ માં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવા માં આવી હતી સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસો માં સર્વિસ રોડ મુદે મોટુ આંદોલન મોટુ સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે

ડ્રો એમ એસ અગ્રવાલ

 

જ્યંતી ભાઈ માળી વેપારી અગ્રણી

 

કાળુભાઇ તરક ખેડૂત આગેવાન રિપોર્ટર = અંકુર ત્રિવેદી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores