વીર જવાન 2021 માં 45 બીએસએફ બટાલિયન માં કોન્સ્ટેબલ તરીકે જોડાયો હતો. વડગામ તાલુકાના પેપોળ ગામના એક ખેડૂત પરિવારના યુવાનોનું કલકત્તાના કુચ બિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે ગોળી વાગવાથી શહિદ થયાના સમાચાર મળતા જ પરિવારજનો ઉપર આપ તૂટી પડ્યું હતું. વીર યુવાન 2021 માં 45 બીએસએફમાં કોન્સ્ટેબલ જોડાયા હતા. પેપોલ ગામમાં રહેતા દેવાભાઈ નાનજીભાઈ પ્રજાપતિ નો 24 વર્ષ પુત્ર અંકિત પ્રજાપતિ 45 બીએસએફ બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે 2021 માં ફરજમાં જોડાયા હતા જેમની ફરજ ને ચાર વર્ષના ટૂંકા સમયમાં જ કલકત્તાના કુચ બિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થયાના સમાચાર મળતા જ પરિવારજનોમાં તેમજ પેપોળ ગામ સહિત તાલુકા ભરમા શોખની લાગણી છવાઈ ગઈ હતી શહીદ જવાનના મૃતદેહને શનિવારના રોજ સવારે માદરે વતન લાવવામાં આવશે તેવું સૂત્ર એ જણાવ્યું હતું. રિપોર્ટર – પરબત દેસાઈ






Total Users : 143030
Views Today : 