સાવધાન:- સનવાવ થી 20 ગામને જોડતો રોડ અતિ ભયંકર! અનેક ગામને જોડતો મુખ્ય રોડમાં કીચડ નું સામ્રાજ્ય

સ્થાનિક તંત્રની બેદરકારીને લીધે માર્ગ ઉપર મીની તળાવ સર્જાયુંઃરાહદારીઓ રસ્તા બદલવા પડયા!!
રાજ્યમાં અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે ગીર ગઢડા સનવાવ ગામે સતત પાણી ભરાઈ રહેવાથી રસ્તા કીચડ થઈ ગઈ છે. તો સ્થાનિક તંત્રની બેદરકારી ને પગલે ગંદકી અને કાદવ કીચડ વિપુલ પ્રમાણમાં થઈ ગયું છે જેથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું ખૂબ જ મુશ્કેેલ બની ગયું છે જ્યારે સનવાવ થી ધ્રાબાવડ,વેળાકોટ,ઝાંઝરિયા, પાંડેરી, ફૂલકા,બોડીદર વગેરે જેવા 20 ગામો ને જોડતો મુખ્ય રોડ માં અતિ કીચડ તેમજ રાહદારીઓ ને ચાલવામાં લપસી જવાની અને વાહનચાલકો ને એક્સિડન્ટ થવાનો ભય રહે છે
આસપાસ ના વિસ્તાર માં મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે.વરસાદી ઝાપટા થી કોઈ ઠેકાણે પાણી ભરાયું હોય તો થોડાક સમયમાં અથવા તો બીજા દિવસે તડકાથી એ પાણી સુકાઈ જાય છે. પરંતુ ગીર ગઢડા ના સનવાવ ગામે આમ બનતું નથી.જેનાથી છેલ્લાં ઘણા સમયથી રસ્તાઓની હાલત દયનીય થઈ છે.સમયસર પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ એવા થઈ ગયા છે કે ત્યાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યુ છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા લોકો નો પ્રશ્ન હાલ કરવા માં આવે છે કે કેમ.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર ગઢડા



 
                                    





 Total Users : 143476
 Total Users : 143476 Views Today :
 Views Today : 