વડાલી શહેરમાં અદાવતમાં મકાન માલિક પર છરી થી હુમલો કર્યો
વડાલીમા ભાડીયાતે મકાન માલિક ને ત્રણ મહિના અગાઉ તે મારી બહેન ને મેસેજ કેમ કર્યો હતો તેમ કહી મકાન માલિક પર છરી વડે જીવલેણ હુમલો કરી કમરના નીચેના ભાગે પીઠ ઉપર મારતાં યુવકને ઈજાઓ પહોંચતા ભાડીયાત વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સાકીન અહેમદભાઈ મન્સૂરી ના મકાનમાં ભાડેથી રહેતા આલમ ફિરોજખાન પઠાણ ત્રણ મહિના પહેલા મકાન માલિક સાકીન મન્સુરી પર ભાડીયાત ફિરોજખાન આક્ષેપ કર્યા હતા કે તેમની બહેન ને મેસેજ કરી હેરાન પરેશાન કરે છે તેમ કહી તકરાર કરી હતી ત્યારબાદ ત્રણ મહિના પહેલાની અદાવતમાં શુક્રવારે બપોરે મન્સુરી સાકીન અમન મસ્જિદમાં નમાજ અદા કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમની સામે પઠાણ આલમ ફિરોજખાન ને સાકીન મન્સૂરીને રોકીને તે મારી બહેન ને ત્રણ મહિના પહેલા મેસેજ કેમ કર્યો હતો તે કહી ઉશ્કેરાઇ ને છરી વડે હુમલો કરતાં મન્સૂરી સાકીન ને જાનથી મારિ નાખવાના ઈરાદે કમરના નીચેના ભાગે અને પીઠ પાછળ જીવલેણ ઈજાઓ પહોંચાડતા મનસુરી સાકીને પઠાન આલમ ફિરોઝ ખાન વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891