*એ.પી. ત્રિવેદી કોલેજ ખોરડા ખાતે એબીવીપી દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ*

*સારા પર્ફોર્મન્સને લઈ ૧ થી ૩ નંબરે આવેલ વિદ્યાર્થીઓને એબીવીપી દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા*

પ્રતિનિધિ : થરાદ
આદ્યશક્તિ માં અંબેની આરાધના કરવાનું પર્વ એવા નવરાત્રી પર્વની હાલમાં ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે ત્યારે થરાદના ખોરડા ખાતે આવેલી એ.પી. ત્રિવેદી કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. એ.પી. ત્રિવેદી કોલેજના કેમ્પસમાં સૌપ્રથમ એબીવીપી ટીમ,કોલેજ પરિવાર સહિત વિદ્યાર્થીઓએ માં અંબેની આરતી ઉતારી ગરબાનું આયોજન થતાં ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમી અનેરો આનંદ માણ્યો હતો તેમજ પરંપરાગત પોશાકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ- દ્રિતિય અને તૃતીય ક્રમના ખેલૈયાઓનુ એબીવીપી ટીમે ટ્રોફી વડે પ્રોત્સાહિત કર્યા હતા,
આ પ્રસંગે એબીવીપી ભાગ સંયોજક રાજેશભાઈ જોષી, થરાદ શાખાના નગર અધ્યક્ષ સુખદેવપુરી ગૌસ્વામી, નગરમંત્રી વિશાલપુરી ગૌસ્વામી, નગર સહમંત્રી પિન્ટુભાઈ, ખેલો ભારત સંયોજક ભવાનસિંહ સોઢા,વાવ નગરમંત્રી મહાવીરસિંહ ,કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા સહિત કોલેજ પરિવાર અને એબીવીપી ટીમ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર,,હમીરભાઈ રાજપુત થરાદ,,






Total Users : 156015
Views Today : 