સાબરકાંઠાજિલ્લાના TRB જવાનો પગાર વધારાને લઈને આજથી હડતાળ ઉપર ઉતર્યા હતા
ગુજરાત ભરમાં આજથી TRB જવાનો પગાર વધારાને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ આજે TRB જવાનો હડતાળ પર ઉતરી આવ્યા હતા. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આજે મોટી સંખ્યામાં TRB જવાનો મોતીપુરા એકઠા થયા હતા.
શહેરમાં ટ્રાફિક નિયંત્રણની ફરજ બજાવતા TRB જવાનો આજે પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. હાલમાં 300 રૂપિયા વેતન આપવામાં આવે છે જેની સામે વધારો કરી 500 રૂપિયા કરવામાં આવે તેવી માંગ સાથે TRB જવાન હડતાલ પર ઉતરી આવે છે હિંમતનગર શહેર સહિત જિલ્લાના તમામ TRB જવાનોએ રાજ્ય આપી હડતાળને સમર્થન આપ્યું હતું અને પોતે હડતાળ પર ઉતરી આવી મોતીપુરા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પગાર વધારાની માંગ માટે રજૂઆત કરી હતી. ટીઆરબી જવાન શશીકાંત વાણીયાએ જણાવ્યું હતું મજૂરોથી લઈ તમામ લોકોને માનવ વેતનમાં વધારો આપવામાં આવે છે. જોકે અમે લોકો તડકો, ઠંડી કે વરસાદ જોયા વગર ખડે પગે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉભા રહીએ છીએ અને આટલા વેતનમાં અમારા પરિવારનો પણ ગુજરાત ચલાવ મુશ્કેલ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891